મોરબી : મોરબી તાલુકાના કોયલી ગામ પાસે આવેલ ડેમી-3 ડેમ 80 ટકા ભરાઈ જવામાં હોય, ઉપરવાસમાં વરસાદને કારણે હજુ આવક ચાલુ હોય ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવી શકે છે. ડેમમાં હાલ 1764 ક્યુસેકની આવક ચાલુ છે. જળાશયની કુલ સપાટી 25.06 મીટર છે. હાલ પાણીની સપાટી 25.05 મીટરે પહોંચી છે. ડેમના હેઠવાસમાં આવેલા કોયલી, ધૂળકોટ, આમરણ, બેલા, માવુનુ ગામ, જીજુડા, સામપરને સાવચેત કરવામાં આવ્યા છે.