ટંકારા : ટંકારા છેલ્લા બે દિવસથી મેઘરાજા કહેર વરસાવી રહ્યા છે અને આજ સવારથી મેઘરાજા ભારે આફત નોતરી રહ્યા છે ત્યારે ઉપરવાસના ભારે વરસાદને કારણે તોતીગ પાણીની આવક થતા ટંકારના ડેમી-2 ડેમના 7 ગેટ 4 ફૂટ અને ડેમી-3ડેમના 8 ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ટંકારમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને ગઈકાલ રાત્રિથી અવિરતપણે વરસાદ ચાલુ રહ્યો છે.ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમોમાં ભારે પાણીની આવક થઈ રહી છે.જેમાં ડેમી-2 અને ડેમી-3 જળાશયોમાં પાણીની આવક વધુ હોવાથી હાલમાં ડેમી-2માથી 20 હજાર ક્યુસેક પાણી 7 ગેઇટ 4 ફૂટ તેમજ ડેમી-3 માથી 12424 ક્યુસેક પાણી 8 ગેઇટ 2 ફૂટ ખોલી વહેડાવવામાં આવી રહ્યું છે. આથી નીચાણવાળા ગામો નસીતપર, કોયલી, ધૂળકોટ, આમરણ, બેલા વિગેરે ગામોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. આ જળાશયોમાથી હજુ પાણીનો પ્રવાહ વધવાની સંભાવનાઓ છે.