ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મુખ્યમંત્રીને રજુઆત કરી મોરબી : મોરબી શહેર અવિરતપણે વિકાસકૂચ કરી રહ્યું છે. પણ મહત્વના ઘણા બધા પ્રશ્નો વર્ષોથી વણઉકેલ હોવાથી વિકાસમાં અવરોધ આવી રહ્યો છે.તેથી મોરબીના ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજુઆત કરીને મોરબીના મેડિકલ કોલેજ, રિંગરોડ, ફોરલેન, વિવિધ જગ્યાએ ઓવરબ્રિજ, મોરબી પાલિકાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવા સહિતના પ્રાણ પ્રશ્નોને આગામી બજેટ સત્રમાં સમાવવાની માંગ કરી છે. મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે કે મોરબી શહેરે બબ્બે કુદરતી આફતોમાંથી બહાર આવીને વર્તમાનમાં અકલ્પ્ય વિકાસ સાધ્યો છે.પણ સરકાર તરફથી મોરબીને વધુ વિકસિત બનાવવા માટે અનેક પ્રાણ પ્રશ્નોનો અમલ કરાતો ન હોવાથી મોરબીનો વિકાસ રૂંધાઇ રહ્યો છે.ખાસ કરીને સોરાષ્ટ્ના મોટાભાગના જિલ્લાઓમાં મેડિકલ કોલેજ છે.પણ મોરબી જિલ્લામાં હજુ સુધી મેડિકલ કોલેજની સુવિધા આપવામાં આવી નથી.આથી તેમણે મોરબીને મેડિકલ કોલેજ આપવા, મોરબી પાલિકામાં ટાંચાના સાધનો સાથે જાહેર સુખાકારી વધુ લોકભોગ્ય બનાવવા, મોરબીની વસ્તી,વિસ્તારના વ્યાપને ધ્યાને લઈને પાલિકામાંથી મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવી, મોરબીના ભક્તિનગર સર્કલ ઉપર ફ્લાઈ ઓવરબ્રિજ બનાવવા, મોરબીની કાયમી ટ્રાફિક સમસ્યા નિવારવા શહેર ફરતે રિંગરોડ બનાવવા, મોરબીના રવાપર ચોકડીએથી પસાર થતી મચ્છુ 2 કેનલને કવર કરી ઢાકવા, મોરબી માળીયાના ખેડૂતોને મચ્છુ કેનાલ 2 દ્વારા ગ્રેવીટીથી સિંચાઈનું પાણી આપવા, સીરામીક ઉધોગ માટે ટ્રાન્સપોર્ટ નગર સ્થાપવા, પીપળી રોડ, જેતપર રોડ અને હળવદ રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા ફોનલેન બનાવવા સહિતના પ્રશ્નોને ગુજરાત સરકારના આગામી 2 જુલાઈથી શરૂ થતાં બજેટ સત્રમાં સમાવેશ કરી યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne