ગામના ભાજપ અગ્રણીઓ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રીને રજુઆત કરાઈ મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આજુબાજુના મોટી સંખ્યા ગામલોકો લાભ લેતા હોવાથી આ આરોગ્ય સેવા ટૂંકી પડી રહી છે. આથી, આમરણ ગામના પીએચસીની આરોગ્ય સુવિધા વિસ્તારવી જરૂરી છે. તેથી, આમરણ ગામના પી.એચ.સી.ને સી.એચ.સી.માં અપગ્રેડ કરવાની માંગ સાથે ગામના ભાજપ અગ્રણીઓ દ્વારા રાજ્યના આરોગ્ય મંત્રીને રજુઆત કરાઈ છે. આમરણ ગામના ભાજપના અગ્રણીઓ હસમુખભાઇ ગામી, સુરેશભાઇ કાસુન્દ્રા, ભરતભાઈ ભાલોડિયાએ રાજ્યના આરોગ્ય મંત્રીને રજુઆત કરી હતી કે, મોરબી તાલુકાના આમરણ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. જ્યાં આજુબાજુના ૨૪થી ૩૦ ગામના લીકો લાભ લેવા માટે આવે છે. તે ઉપરાંત, આમરણથી ૪૦ કિલોમીટરના ઘેરાવામાં એક પણ સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલ નથી. તેથી, જો આમરણ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપગ્રેડ કરવામાં આવે તો ૨૪થી ૩૦ ગામના લોકોને બહોળો લાભ મળી શકશે અને લોકોને આરોગ્ય સુવિધાઓ મળી શકશે. તેથી, આમરણના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવી આપવાની તેઓએ માંગ ઉઠાવી છે.