મોરબી : મોરબીના નવલખી ફાટક ઓવર બ્રીજ પર સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવા લોક માગ ઉઠવા પામી છે. લોકોના જણાવ્યા પ્રમાણે નવલખી ફાટક ઓવર બ્રીજ શરૂ થયાને ઘણો સમય વીતી ગયો છે. તેમ છતાં હજું સુધી આ બ્રીજ પર સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવી નથી. સ્ટ્રીટ લાઈટનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બ્રીજ પણ એક વર્ષ કરતાં વધુ સમયથી શરૂ થઈ ગયો છે. ત્યારે તાત્કાલિક સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા માગ ઉઠી છે.લોકોના જણાવ્યા પ્રમાણે રાત્રિના સમયે આ બ્રીજ પરથી પસાર થતાં સમયે સ્ટ્રીટ લાઈટ ન હોવાના કારણે અકસ્માત થાય છે. આ ઉપરાંત વાવડી ચોકડી, પંચાસર ચોકડી અને દલવાડી ચોકડી સુધી રોડ પર પણ સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. શનાળા બાયબાસ ઓવર બ્રીજ પર પણ લાઈટો બંધ હાલતમાં છે. ત્યારે તમામ જગ્યાએ તાત્કાલિક ધોરણે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં આવે તેવી લોકોની માગ છે.