મોરબી : મોરબીના વાવડી ચોકડીથી નવલખી ઓવરબ્રીજ પર છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં હોય આ લાઈટ ચાલુ કરવા જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરાઈ છે. જાગૃત નાગરિકના જણાવ્યા પ્રમાણે સવાથી દોઢ વર્ષ થયું હોવા છતાં આ સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવામાં આવી નથી. થાંભલા પરની લાઈટો બંધ હાલતમાં છે. તેથી તાત્કાલિક ધોરણે 10 દિવસમાં આ લાઈટ ચાલુ કરાવવામાં આવે.