મોરબી : આજરોજ ABVP મોરબી શાખા દ્વારા રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરવા બાબતે જિલ્લા કલેટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.ઓગસ્ટ મહિના સુધી સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ નથી. રાજ્યની બન્ને સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાબા સમયથી પડતર છે. આજ રોજ આ વિષયના નિરાકરણ હેતુ ABVP મોરબી દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ બહોળી સંખ્યામાં વિધાર્થીઓને સાથે રાખી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. જેમાં ગુજરાતની તમામ સરકારી અને અર્ધસરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે, ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્ટિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે, ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થીને આપવા આવતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી માગ કરાઈ હતી.