આ બાબતે તાકીદે કાર્યવાહી કરવા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા આવેદન મોરબી : મોરબી જિલ્લામાં ડીઝલના નામે બિલ વગરનું ડીઝલ, એલ.એલ.પી., એલ.ડી.ઓ, બેઝ ઓઇલ જેવા હાનિકારક કેમિકલોનું ગેરકાયદેસર રીતે થતું વેચાણ રોકવા બાબતે મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને સંબોધીને અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે સરકાર હાલની કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા સારી કામગીરી કરી રહ્યા છે. તેના બદલ જિલ્લાના તમામ સરકારી અધિકારીઓના આભારી છીએ. હાલમાં મોરબી જિલ્લામાં ડીઝલના નામે બિલ વગરનું ડીઝલ, એલ.એલ.પી., એલ.ડી.ઓ., બેઝ-ઓઇલ જેવા હાનિકારક કેમિકલોનું ગેરકાયદેસર રીતે વેચાણ થઇ રહ્યું છે. તેમજ વાહનોમાં પણ ખુલ્લેઆમ વપરાશ થઈ રહ્યો છે. જે ખરેખર સરકારની તિજોરીને તથા પર્યાવરણને સીધી રીતે નુકસાનકારક છે. તો સમગ્ર મોરબી જિલ્લામાં ડીઝલના નામે બિલ વગરનું ડીઝલ, એલ.એલ.પી., એલ.ડી.ઓ, બેઝ-ઓઇલ જેવા હાનિકારક કેમિકલોનું ગેરકાયદેસર રીતે થતા વેચાણને તાત્કાલિક ધોરણે બંધ કરાવામાં આવે તે માટે કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી જિલ્લા પેટ્રોલ પમ્પ ડીલર્સએ અપીલ કરી છે.