સામાજિક કાર્યકરોની મોરબી મહાનગરપાલિકા સમક્ષ લેખિતમાં રજુઆતમોરબી : મોરબી મહાનગરપાલિકાની જાહેર બસ સેવા તાત્કાલિક શરૂ કરવા બાબતે મોરબી શહેરના જાગૃત સામાજિક કાર્યકરો રાજુભાઇ વી. દવે, ગીરીશભાઈ કોટેચા, જગદીશભાઈ જી. બાંભણીયા અને રાણેવાડિયા દેવેશ મેરુભાઈ દ્વારા મોરબી મહાનગરપાલિકા સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, અગાઉ મોરબી નગરપાલિકા કાર્યરત હતી ત્યારે મોરબી શહેરની આસપાસના ગામડાઓ માટે બસ સેવા સુચારુ રીતે ચાલી રહી હતી પરંતુ વર્ષ 2025માં મોરબીની મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યાર બાદ આજ સુધી આ બસ સેવા સંપૂર્ણપણે બંધ છે જેના કારણે આજુબાજુના ગામડાઓ જેમ કે, શનાળા, સામાકાંઠે, વિરપર, લજાઈ, રવાપર, ઘુનડા, વાવડી સહિતના લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓ રોજગાર માટે આવતા કર્મચારીઓ તથા વકીલ નાગરિકોને શહેર સુધી પહોંચવામાં ભારે તકલીફ ભોગવવી પડે છે. તહેવારોના સમયગાળા દરમિયાન તો આ તકલીફ અત્યંત વધી છે. હાલ મોરબી મહાનગરપાલિકા પાસે ત્રણ જાહેર બસો ઉપલબ્ધ છે તેમ છતાં તેમાંથી કોઈ પણ બસ સેવા હાલ પ્રજાને મળતી નથી. ત્યારે મોરબીમાં સીટી બસ માટે બસસ્ટેન્ડ બનાવવા, તાત્કાલિક મોરબી મહાનગરપાલિકાની ઓફીસ બનાવવા તેમજ તાત્કાલિક બસો ચાલુ કરાવવા માંગ કરવામાં આવી છે.