કોરોના કાળમાં બંધ કરાયેલી બસ હજુ સુધી ચાલુ ન કરાતા લોકોને હાલાકી મોરબી : બરોડા ડિવિઝન હેઠળના કરજણ એસટી ડેપોની કરજણ-મોરબી બસ અગાઉ દરરોજ કરજણથી બપોરે ઉપડીને રાત્રે મોરબી આવીને પરત કરજણ જતી રહેતી હતી. પરંતુ કોરોના સમયે આ બસ બંધ કરવામાં આવી હતી. જે બસ હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી.આથી આ બસનું સંચાલન રાજકોટ ડિવિઝન હેઠળના મોરબી ડેપોને આપી બસ ચાલુ કરવાની માંગ ઉઠી છે. મોરબીના સામાજિક કાર્યકર પી.પી.જોશીએ એસટી નિગમના મેનેજિંગ ડિરેકટરને રજુઆત કરી હતી કે કોરોના સમયે બંધ કરાયેલી કરજણ-મોરબી એસટી બસ હજુ સુધી ચાલુ ન કરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે એસટી વિભાગે આવકનું બહાનું બતાવીને આ બસ ચાલુ કરી નથી. હકીકતમાં આ બસમાં મુસાફરી માટે દરરોજ 30 થી 40 રિઝર્વેશન થાય છે અને અમદાવાદ તેમજ વડોદરા જવા માટે રાત્રીના સમયે મોરબીથી આ છેલ્લી બસ છે. સાથેસાથે આ બસ અમદાવાદ ટ્રેન સાથે સંકળાયેલી હોય અનેક મુસાફરો આ બસનો લાભ ઉઠાવે છે. પરંતુ આ બસ મોરબી સ્મયસર ન આવતા મુસાફરો અમદાવાદમાં ટ્રેન ચુકી જાય છે. જો કે મુસાફરો વધુ હોય તેથી આવકનો કોઈ પ્રશ્ન જ રહેતો ન હોય આ બસ તાકીદે શરૂ કરી તેનું સંચાલન મોરબી ડેપો હસ્તક કરવાની માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..