સિનિયર ધારાશાસ્ત્રી દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને રજુઆત મોરબી : મોરબી જિલ્લામાં વકીલાતના અભ્યાસક્રમ માટે મહત્વપૂર્ણ સરકારી લો કોલેજ ન હોવાથી સામાન્ય અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડે છે. જો કે ખાનગી લો કોલેજ કાર્યરત હોય પણ એની મોંઘીદાટ ફી ગરીબ અને સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને પરવડે તેમ ન હોવાથી આવા વિદ્યાર્થીઓના હિતમાં મોરબી જિલ્લામાં સરકારી લો કોલેજ શરૂ કરવા માંગ સાથે સિનિયર ધારાશાસ્ત્રી દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને રજુઆત કરાઈ છે. મોરબીના સિનિયર ધારાશાસ્ત્રી પી.ડી. માનસેતાએ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને રજુઆત કરી હતી કે, મોરબી જિલ્લો બન્યો એને આઠ વર્ષ જેવો સમયગાળો વીતી ગયો હોવા છતાં ખાસ કરી વકીલાતના અભ્યાસ માટે સરકારી લો કોલેજની સુવિધા હજુ મળી નથી. જો કે હાલમાં મોરબી જિલ્લામાં સરકારી લો કોલેજ નથી.પણ મોરબીમાં પ્રાઇવેટ લો કોલેજ કાર્યરત છે. પરંતુ આ ખાનગી કોલેજની ફી મોંઘી હોવાથી ગરીબ અને મધ્યવર્ગના વિદ્યાર્થીઓને પોસાય તેમ નથી. આથી ગરીબ અને મધ્યવર્ગના વિદ્યાર્થીઓને વકીલાતનો અભ્યાસ કરવા માટે અન્ય શહેરોમાં જવું પડે છે. જેમાં પણ ભારે ખર્ચ થાય છે. ત્યારે જો મોરબીમાં નવી સરકારી લો કોલેજ શરૂ થાય તો વિદ્યાર્થીઓનો બહારગામ અભ્યાસ કરવાનો ખર્ચ બચી શકે એમ છે અને ઘરઆંગણે મામુલી ખર્ચમાં વકીલાતનો અભ્યાસ સરળતાથી થઈ શકે એમ છે. આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરી વહેલીતકે મોરબી જિલ્લામાં સરકારી લો કોલેજ શરૂ થાય તેવા સકારાત્મક પ્રયાસો કરવાની તેઓએ માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..