મોરબી : મોરબી શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવામાં આવી છે ત્યારે આ સિટી બસની સેવા મોરબી માળિયા નેશનલ હાઈવે પર આવેલા ભરતનગર ગામ સુધી ચાલુ કરવામાં આવે તેવી મોરબી જિલ્લા ભાજપ કારોબારી સભ્ય કાન્તિલાલ માકાસણાએ કરી છે.ભાજપ અગ્રણી કાન્તિલાલ માકાસણાએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને જણાવ્યું છે કે, માળિયા ચોકડી, ભારતનગર, ટીમડી, લક્ષ્મીનગર અને ભરતનગર એમ પાંચ ગામના લોકો રોજી રોટી મેળવવા અને વિદ્યાર્થીઓ ભણવા માટે મોરબી આવતાં હોય છે. ત્યારે આ લોકોને સિટી બસની સુવિધા મળી રહે તે માટે મોરબીથી ભરતનગર સુધી સિટી બસ સેવા ચાલુ કરવામાં આવે. જો આ સુવિધા ચાલુ થશે તો અનેક લોકોને તેનો લાભ મળશે. તો તાત્કાલિક આ રૂટ લંબાવી આપવા પાલિકાને રજૂઆત કરાઈ છે.