જિલ્લા પંચાયતના સદસ્યા દ્વારા રાજ્યના આરોગ્ય નિયામકને રજુઆત ટંકારા : ટંકારા તાલુકામાં આર્યુવેદ દવાખાનું ન હોવાથી લોકોને મોરબી કે રાજકોટના ધક્કા ખાવા પડે છે. આથી ટંકારા તાલુકાના લોકોને ભારે હાલાકી પડતી હોય ટંકારા તાલુકામાં આર્યુવેદ દવાખાનું શરૂ કરવા માંગ સાથે જિલ્લા પંચાયતના સદસ્યા દ્વારા રાજ્યના આરોગ્ય નિયામકને રજુઆત કરાઈ છે. મોરબી જિલ્લા પંચાયતના સદસ્યા કમળાબેન અશોકભાઈ ચાવડાએ રાજ્યના આરોગ્ય નિયામકને રજુઆત કરી હતી કે, ટંકારામાં હાલ 25 હજાર જેટલી વસ્તી છે. આ ઉપરાંત આજુબાજુના 48 ગામો ટંકારા સાથે જોડાયેલા છે. આથી ટંકારા તાલુકાની વસ્તી અંદાજે 90 હજાર જેટલી વસ્તી થાય છે. હાલમાં આપણી પ્રાચીન ચિકિત્સા આર્યુવેદ ઉપચારનું મહત્વ વધ્યું છે. અને લોકોમાં પણ આર્યુવેદ ઉપચારનો આગ્રહ રાખતા હોય પણ ટંકારામાં આ સુવિધા ન હોવાથી આર્યુવેદ ઉપચાર માટે લોકોને મોરબી કે રાજકોટ સુધી લંબાવું પડે છે. તેથી ટંકારા તાલુકામાં આર્યુવેદ દવાખાનું શરૂ કરવાની માંગ કરી છે અને આર્યુવેદ દવાખાના માટે નવું બિલ્ડીંગ ન બને ત્યાં સુધી ગામ માટે મકાન ફાળવવાની તેઓએ ખાતરી આપી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..