મોરબી : મોરબીના સામાજિક કાર્યકર અબ્દુલભાઇ બુખારી દ્વારા લાયન્સ નગરમાં ઉભરાતી ગટરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે નગર પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવેલ છે. તેઓએ આ લેખિત રજુઆતમાં જણાવ્યા અનુસાર શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સ નગરમાં ઘણા સમયથી ગટર ઊભરાવવાની સમસ્યા છે. જેના કારણે દુર્ગંધ અને ગંદકી વાળું પાણી શેરીઓમાં વહે છે. આથી, સ્થાનિકોને રસ્તા પર ચાલવામાં મુશ્કેલી પડે છે. તેમજ હાલમાં સર્વત્ર કોરોના વાયરસનો કહેર છે. ત્યારે રોગચાળો ના ફેલાય તે માટે ગટરની કુંડી વહેલી તકે સાફ કરાવવા માંગ કરી છે.