મોટાભાગના રૂટ ઉપર સીટી બસ ચાલુ હોય પણ મહત્વના પોશ વિસ્તાર આ સુવિધાથી વંચિત રહેતા મોંઘા રીક્ષા ભાડાથી લોકો પરેશાન મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા 20 નવી સીટી બસ શરૂ કરવામાં આવી છે લગભગ દરેક રોડ અને નજીકના ગામડે આ બસ જાય છે. શનાળા રોડ પર 4 બસ ચાલે છે પરંતુ હજુ મહત્વના કહી શકાય એવા પોશ વિસ્તાર રવાપર રોડ પર એકપણ બસ ચાલુ કરી ન હોય સ્થાનિક દ્વારા બસ ચાલુ કરવા માંગ કરી છે. મોરબી શહેરમાં મોટાભાગના રૂટ ઉપર સીટી બસ ચાલુ હોય પણ મહત્વના પોશ વિસ્તાર આ સુવિધાથી વંચિત રહેતા લોકોને રીક્ષાના મોંઘા ભાડા ચૂકવવા પડે છે. જ્યારે સીટી બસથી માત્ર 5 રૂપિયામાં શનાળા રોડથી સામાકાંઠે જવાય છે. જ્યારે રીક્ષા વાળા 20 રૂપિયા લે છે. અહીંથી ઘણા લોકો ખાસ કરીને બહેનો રિક્ષામાં બેસીને બજારમાં જાય છે. રિક્ષામાં મોંઘા ભાડાની સાથે ખીચોખીચ મુસાફરો ભરેલા હોય સારા દામ ચૂકવવા છતાં યોગ્ય સુવિધા મળતી નથી અને ખીચોખીચ રિક્ષામાં બેસવામાં બહેનોને તકલીફ પડે છે. આથી રવાપર રોડ પર બે બસ શરૂ કરવી જોઈએ જેથી મજુરો, સામાન્ય લોકો, અને બહેનોને સસ્તા ભાડામાં સારી સુવિધા મળી રહે આ ઉપરાંત ટ્રાફીકમાં રાહત થાય તેમ છે. ત્યારે રિક્ષામાંમાં થતી મુશ્કેલીઓ નિવારવા સીટી બસ જ એક ઉપાય હોવાનું જાગૃત નાગરિક અશોકભાઈ પટેલે જણાવ્યું હતું.