વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખને આવેદન પાઠવવામાં આવ્યું વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો (ગણિત વિજ્ઞાન )ના વહીવટી ટેક્નિકલ બાબતોને લગતા પ્રશ્નો અંગે તા. 30-4-2025 ને બુધવારના રોજ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિરમભાઇ દેસાઈને આવેદન આપવામાં આવ્યું હતું.આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, વાંકાનેર તાલુકાના ગણિત વિજ્ઞાનના ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગના શિક્ષકો ભણતરમાં ભાર ના પડે એ માટે BRC/CRC માટે ચાર્જ ન આપવો પરંતુ એ જ શિક્ષકોને શાળામાં સૌથી વધુ જરૂરી કામમાં સમય લાગે અને બાળકોના ભણતરને વધારે અસર કરે એવી કામગીરી એટલે કે આચાર્યના ચાર્જ આપવો આવી બેવડી નીતિનો વાંકાનેર તાલુકાના તમામ ઉચ્ચતર પ્રાથમિક શિક્ષક દ્વારા વિરોધ કરવામાં આવેલ છે. જે બાબતે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ હર હંમેશ શિક્ષકોના પ્રશ્નોમાં સાથે હોય એ રીતે આ મુખ્ય પ્રશ્નોમાં વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ /મહામંત્રી દ્વારા અન્ય તમામ જરૂરી બાબતો અને આ મુદ્દાઓના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવા ખાસ રજૂઆત કરવામાં આવી. આ દરમ્યાન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જલ્દીથી નિરાકરણ લાવવા માટે આ બાબતે ઉપપ્રમુખ દ્વારા ખાતરી આપવામાં આવી હતી.