સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુષ્પાબેન સોલંકીએ મોરબી PGVCL ઘુંટુંના ઇજનેર અને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીમોરબી: મોરબી તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુષ્પાબેન હરેશભાઈ સોલંકી દ્વારા 13/07/2026 ના રોજ મોરબી PGVCL- ઘુંટુંના ઇજનેરને એક પત્ર પાઠવીને મહત્વની માંગણીઓ કરવામાં આવી છે.લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર, મોરબીના નાના-મોટા ઉદ્યોગો અને આમ જનતાને પોતાની વીજળી સંબંધિત ફરિયાદોનો નિકાલ લાવવામાં હાલ ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. વિકાસના આ દોરમાં PGVCL એ પણ આગળ વધીને ગ્રાહકોને વધુ સારી અને ઝડપી સુવિધા આપવી જોઈએ. આ બાબતને ધ્યાને રાખીને વીજ ફરિયાદોના નિકાલ માટેની સમય મર્યાદા જે હાલ 24 કલાકની છે, તેને ઘટાડીને 10 કલાકની અંદર કરવાની માંગ કરવામાં આવી છે.પત્રમાં વધુમાં જણાવાયું છે કે, ગ્રાહકો દ્વારા જ્યારે PGVCL ના કમ્પ્લેઇન નંબરમાં ફોન કરવામાં આવે છે ત્યારે ફોન સતત વ્યસ્ત જ આવતા હોય છે, જેના કારણે લોકો ભારે પરેશાન થાય છે. આ ગંભીર સમસ્યાના ઉકેલ માટે મોરબી PGVCL ના દિવસના અધિકારી તેમજ નાઇટ શિફ્ટના અધિકારીઓના સંપર્ક નંબર સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેર જનતા માટે પ્રસિદ્ધ કરવામાં આવે તેવી અપીલ કરાઈ છે, જેથી કરીને કોઈ મોટો વીજ ફોલ્ટ થાય ત્યારે આમ જનતા સીધો જ અધિકારીઓનો સંપર્ક કરી શકે. સામાજિક ન્યાય સમિતિના ચેરમેન દ્વારા આ પત્રની એક નકલ યોગ્ય કાર્યવાહી અર્થે મોરબી કલેક્ટરને પણ રવાના કરવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #PGVCL #ElectricityIssue #TalukaPanchayat #PublicComplaint #MorbiDistrict