ટંકારા : ટંકારા નગરપાલિકાએ નિતી નિયમો નેવે મૂકીને સરકારી જગ્યાએ ખડકાયેલ દબાણોને દૂર કરવા માટે નોટિસ ફટકારી જાતે દબાણ દુર કરવા બે દિવસનો સમય આપ્યો હતો. આ બે દિવસ વીતી ગયા હોય વહેલાસર દબાણ હટાવવામાં આવે તેવી રાજકીય- સામાજિક આગેવાનો અને વેપારીઓ, રહિશો માંગ કરી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે ટંકારા નગરપાલિકા હદમાં ગેરકાયદેસર દબાણોમાં અનેક ખાણી-પીણીના ધંધાર્થીઓ પણ છે. આ જગ્યાએ ક્યારેય ખાદ્ય સામગ્રીઓની ચકાસણી પણ થતી નથી. એક તરફ એક ચર્ચા એવી પણ છે કે સરકારી જગ્યાનું મસમોટુ ભાડુ વસુલવામાં આવે છે ત્યારે આ તમામ બાબતો અંગે ઉચ્ચ કક્ષાએથી ખાનગી તપાસ કરવા શાસક પક્ષના નેતાએ ઉપર સુધી ધ્યાન દોર્યું છે.