વાહનના ટાયર નીચે આવીને આ કાંકરા ગોળીની જેમ છૂટી દુકાનોને નુકસાન કરતા હોવાની રાવમોરબી : મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર નખાયેલાં કાંકરા જોખમી હોય તાત્કાલિક હટાવવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી છે. આ રજુઆતમાં જણાવાયુ છે કે વરસાદ બાદ તંત્ર દ્વારા મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર કાંકરા નાખવામાં આવ્યા છે અહીંથી જ્યારે વાહનો પસાર થાય છે ત્યારે ટાયર નીચે આવી ઘણી વખત કાંકરા ગોળીની જેમ છૂટીને અહીંથી પસાર થતા લોકોને લાગે છે. આ ઉપરાંત દુકાનોમાં પણ આ કાંકરા આવે છે. એક દુકાનનો તો કાચ પણ તૂટી ગયો હોવાનો બનાવ બન્યો છે. જેથી આ બાબતે તાત્કાલિક પગલાં લેવાય તેવી માંગ છે.