મોરબી : મોરબી તાલુકા પંચાયત પાસે શક્તિ ચોકની બાજુમાં બે દિવસથી એક વૃક્ષ પડી ગયેલી હાલતમાં છે, પરંતુ કોઈ આ વૃક્ષને હટાવવા આવ્યું નથી. જેના કારણે ત્યાંથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને આ વૃક્ષ નડતરરૂપ બની રહ્યું છે. તંત્ર દ્વારા પણ આ વૃક્ષને હટાવવાની કામગીરી કરવામાં આવતી નથી અને બે દિવસથી વૃક્ષ રસ્તાની બાજુમાં પડ્યું છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ વૃક્ષને રસ્તા પરથી હટાવવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.