પાણી ઉપરાંત રોડ રસ્તા, લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી લોકોને ભારે હાલાકી મોરબી : મોરબીના નવી પીપળીની શાંતીનગર સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે. પાણી ઉપરાંત રોડ રસ્તા, લાઈટ સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી સંબધિત તંત્ર આ સમસ્યાઓ વહેલીતકે હલ કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. મોરબીના નવી પીપળી ગામે આવેલ શાંતીનગર સોસાયટીના લોકોના જણાવ્યા મુજબ નવી પીપળી ગામે આવેલ શાંતીનગર સોસાયટીમાં લોકો છેલ્લા 6 મહિનાથી મોરા પાણી માટે પણ હેરાન થઈ રહ્યા છે. જો કે, મીઠું પાણી તો હજુ સુધી જોયું પણ નથી. આ સોસાયટીમાં અંદાજે 240 મકાન આવેલા છે. તેમ છતાં ન્હાવા-ધોવાં અને પીવાના પાણીના પ્રશ્નનો કોઈ નીકાલ થતો નથી અને સોસાયટીમાં પ્રાથમિક સુવીધા પણ નથી.જેમ કે, રોડ રસ્તા સ્ટ્રીટ લાઈટથી પણ વંચિત છીએ. ગ્રામ પંચાયતના તમામ વેરા ભરવા છતા પણ ઉપર મુજબની સુવિધા મળતી નથી. 2017થી શાંતિનગર સોસાયટી પીપળીની પંચાયતમાં ભળેલ છે. છતાં હજુ સુધી સુવિધાઓ ન મળતા સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે.