મોરબી: મોરબી શહેર અને આસપાસના વિસ્તારોને પીવાનું પાણી પૂરું પાડતા સ્ત્રોત એવા મચ્છુ-2 ડેમમાં છેલ્લા બે દિવસથી એક ભેંસ મૃત હાલતમાં પડી હોવાનું સામે આવ્યું છે. ભેંસનો મૃતદેહ પાણીમાં હોવાથી આસપાસના વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે. સૌથી વધુ ચિંતાની બાબત એ છે કે આ જ પાણી ફિલ્ટર થઈને આખું શહેર પીવા માટે ઉપયોગમાં લે છે. જો સમયસર આ મૃત પશુને પાણીમાંથી બહાર કાઢવામાં નહીં આવે, તો રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે મૃત પશુને બહાર કાઢવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરાઈ છે.#Morbi #Machhu2Dam #HealthAlert #WaterPollution #MorbiMunicipality #PublicHealth #MorbiUpdate #MachhuDam