સામાજિક કાર્યકરની નાયબ કાર્યપાલક ઇજનેરને અપીલ મોરબી : હાલ મોરબી લાલબાગ તાલુકા સેવાસદન બિલ્ડીંગનું સમારકામ ચાલતું હોવાથી રજાઓના દિવસોમાં સમારકામમાં કોઈ નુકશાન ન પહોંચે તે માટે સીક્યોરીટીની નિમણુંક કરવા સામાજિક કાર્યકર્તાએ નાયબ કાર્યપાલક ઇજનેરને અપીલ કરી છે. મોરબી લાલબાગ તાલુકા સેવાસદન બિલ્ડીંગનું સમારકામ હાલમાં પુરજોશમાં ચાલે છે.દરવાજાનું કલરકામ તેમજ અંદરનાં ભાગમાં પેવર બ્લોક નાખવામાં આવી રહ્યા છે.આ સંજોગોમાં બિલ્ડીંગની કાયમી જાળવણી માટે સીક્યોરીટીની નિંમણુંક કરવી જરૂરી છે.કારણ કે જાહેર રજાઓનાં દિવસોમાં દેખરેખ કરવા વાળું કોઇ હોતું નથી.રખડતા ઢોર તેમજ અન્ય કારણોનાં લીધે સેવાસદનમાં ગંદકી તેમજ બિલ્ડીંગને નુકશાન થતું હોય છે.તેથી સીક્યોરીટીની નિમણુંક કરવા સામાજિક કાર્યકર્તા મહાદેવભાઈ ગોહેલે નાયબ કાર્યપાલક ઇજનેરને અપીલ કરી છે.