જાગૃત નાગરિકે પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી મોરબી : મોરબી શહેરમાં શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ સામે, સરદાર પટેલની પ્રતિમાથી રવાપર રોડ જવાના રસ્તે આવેલ ભૂગર્ભ ગટર ખુલ્લી હોવાથી અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. આ ખુલ્લી ભૂગર્ભ ગટરમાં ગમે ત્યારે વાહન ચાલકો ખાબકી શકે એમ હોવાથી આ ગટર જોખમી બની છે. આથી ખુલ્લી ભૂગર્ભ ગટરમાં ઢાંકણું મુકવાની માંગ સાથે જાગૃત નાગરિકે પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી છે. મોરબી શહેરમાં શનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ સામે, સરદાર પટેલની પ્રતિમાથી રવાપર રોડ જવાના રસ્તે જે સ્વચ્છતા રોડના નામે ઓળખાય છે. જે રસ્તે ગુલમહોર એપાર્ટમેન્ટ સામે આવેલ અંકલ સ્ટોર નજીક આવેલ બંફ પાસે આવેલ ગટરનું ઢાંકણું તૂટી ગયેલી હાલતમાં છે. જેમાં કોઈ જાગૃત નાગરિકે સુકો બાવળ નાખી આડશ કરી લોકોને દૂર ચાલી બચવાનો સંકેત આપેલ છે, પરંતુ વરસાદ પડતાં બાવળ અને આડશ દૂર થઈ થઈ જતા ગટરનું ઢાંકણું સંપૂર્ણ ખુલ્લુ થઈ ગયેલ છે. જેને લીધે પસાર થતા વાહનચાલકો સામે મોત ઝઝૂમી રહ્યું છે. તેથી સત્વરે નવું ઢાંકણું નાખવા મોરબીના નાગરિક, સંજયભાઈ રાજપરા(વકીલ)એ નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..