હળવદ : હળવદમાં બે સ્થળે એસટી બસનો પીકઅપ પોઈન્ટ આપવા મામલે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના ગુજરાત પ્રદેશના વિશેષ આમંત્રિત સભ્ય નયન દેત્રોજાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. નયન દેત્રોજાએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, વૈજનાથ મહાદેવ મંદિર તેમજ મહર્ષિ ગુરુકુળ રોડ પાસે એસટી નિગમનો પીકઅપ પોઈન્ટ આપવામાં આવે. પીકઅપ પોઈન્ટથી મુસાફરોને મુસાફરીમાં રાહત તેમજ નિગમની આવકમાં વધારો થશે.