ઘર વિહોણા અનુ.જાતિના પરિવારોએ તલાટી મંત્રીને કરી રજુઆતમોરબી : માળિયા વનાળિયાના ઘરવિહોણા 25 પરિવારોને આવાસ યોજનાનો લાભ આપવાની માંગ સાથે અનુ.જાતિના લોકોએ તલાટી મંત્રીને રજુઆત કરી હતી. રમેશભાઈ ચાવડાના જણાવ્યા અનુસાર માળિયા વનાળિયા ગ્રામપંચાયતના વિવિધ વિસ્તારોમાં અનુ.જાતિના 25 પરિવારો રહે છે. આ લોકો ઘર વિહોણા છે. આખું વર્ષ આ લોકોને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. ત્યારે ગ્રામપંચાયતના તલાટીમંત્રીને આ પરિવારોને આવાસ યોજનાનો લાભ આપવા માટે રજુઆત કરવામાં આવી છે.