સામાજિક કાર્યકરે સીરામીક નગરીના વર્ષોથી અણઉકેલ રેલવે પ્રશ્ને સાંસદને રજુઆત કરી મોરબી : મોરબી આજે જીલ્લો બની ગયેલ એને ઘણો સમય થયેલ છે. મોરબી જિલ્લો હોવાની સાથે મોરબી ઉદ્યોગનગરી પણ છે. અહીયાથી રેલ્વે મારફત લાદી ટાઈલ્સ તથા ઘડીયાલ ઉધોગ છે જે માલ અન્ય સ્થળે જતો હોય છે જેમા રેલ્વે માલગાડી મારફત ઘણીજ આવક કરે છે પરંતુ પ્રજાને અમદાવાદ કે મુંબઈ જવા માટે કોઈ રેલ્વે સુવિધાનથી જેથી પ્રજાને ઘણીજ મુશ્કેલી ભોગવવી પડે છે. મોરબીમાં સીધી રેલવે સુવિધા ન હોવાથી વાંકાનેર થઈને જવુ પડે છે જેથી પારવાર મુશ્કેલી ભોગવવી પડે છે વર્ષોથી મોરબીની જન્નાની માંગણી છે છતા આજદીન સુધી આ બાબતો નિકાલ થયેલ નથી જે ઘણીજ દુખદ બીના છે. આજે ગુજરાત મા તથા દિલ્હીમાં ભાજપની સરકારની છે છતા મોરબી જીલ્લાની પ્રજા હેરાન પરેશાન થાય છે પ્રજાએ ભાજપને ઘણીજ બહુમતી આપી છે જેથી પ્રતને પણ આશા હોય કે સીધી ટ્રેન સુવીધા મળે આ બાબતે અવાર રજુઆતો પણ થયેલ છે પરંતુ તેનું કોઈ પરીણામ આવેલ નથી જે ઘણીજ દુખદ બીના છે વધુમા જણાવવાનુ કે જો મોરબીને રેલ્વે સુવીધા આપવામાં કોઈપણ ખર્ચ નથી કારણ કે ભુજ ગાંધીધામ થી ઉપડતી ટ્રેન હાલમાં વાઘા હળવદ થઈને ચાલે છે જેમાંથી ત્રણ ટ્રેન વાયા મોરબી કરવામાં આવે તો કોઈપણ જાતના રેલ્વેને ખર્ચ વગર મોરબીને સુવીધા મળે તેમ છે મોરબી કરોડો રૂપિયા રેલ્વે માલગાડી મારફત કમાણી કરી આપે છે પરંતુ પ્રજાની સગવડમાં વધારો થાય તે જરૂરી છે જે આ રીતે કરવામાં આવે તો મોરબી જીલ્લાના જનતાને રેલ્વે સગડતામાં વધારો થઈ શકે તેમ છે. તેમ સામાજિક કાર્યકર પી.પી.જોષીએ સાંસદ વિનોદભાઈ ચાવડાને રજુઆતમાં જણાવ્યું હતું.