જાગૃત નાગરિકે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી મોરબી : આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત મોરબીના ઉમિયા ચોકમાં 108 ફૂટનો રાષ્ટ્રધ્વજ લહેરાવામાં આવ્યો હતો.તેથી આ ચોકનું નામ બદલી તિરંગા સર્કલ નામ રાખવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને જાગૃત નાગરિકે રજુઆત કરી છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મોરબી નગરપાલિકા દ્વારા અહીંના ઉમિયા સર્કલ ખાતે 108 ફુટની ઉંચાઈ ઉપર કાયમી વિશાળ રાષ્ટ્રધ્વજ લહેરાવવા વ્યવસ્થા કરી છે ત્યારે મોરબી નજીકના વીરપર ગામના રહેવાસી પરાગ મુંદડીયાએ મોરબી શાન વધે અને આવનારી પેઢીમાં દેશપ્રેમ જાગૃત થાય તે હેતુથી ઉમિયા સર્કલનું નામ બદલી તિરંગા સર્કલ કરવા લેખિત રજુઆત કરી છે.