મોરબી : મોરબીના ગોરખીજડીયા ગામે નાઈટ પેટ્રોલિંગ વધારવા તથા જીઆરડી મૂકવા ગ્રામ પંચાયત દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સમક્ષ માગ કરી છે. ગ્રામ પંચાયતના જણાવ્યા અનુસાર ગોર ખીજડીયા ગામે જવાના રસ્તે ચાર-પાંચ દિવસ થયે મોડી રાત્રીના સમયે ગોરખીજડીયા, વનાળીયા, માનસર અને નારણકા જાવના રસ્તે અસામાજિક તત્વોની અવર જવર વધી છે. આવા તત્વો ચોરી, લૂંટના ઈરાદાથી પસાર થતા રાહદારીને હેરાન કરે છે. તો રાત્રી દરમિયાન નાઈટ પેટ્રોલિંગ વધારીને જીઆરડી જવાન મૂકવામાં આવે તેમ પીઆઈ સમક્ષ માગ કરાઈ છે.