હાલ દયાનંદ ચોકથી દેરીનાકા રોડ સુધીની જગ્યા પુરી ન પડતા અનેક વેપારીઓ લતીપર ચોકડી સુધી બેસતા હોય છે, જેને બદલે તેઓને જૈન દેરાસર રોડ સુધી બેસાડવાની માંગટંકારા : ટંકારામાં હાલ શનિવારી બજારમાં જગ્યા ઑછી પડતી હોવાથી વેપારીઓ દૂરના ભાગે લતીપર ચોકડી સુધી વેપાર કરવા માટે બેસે છે. જેને લીધે ત્યાં ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય નગરની અંદરની બાજુએ તેઓને વધુ જગ્યા આપવામાં આવે તેવી પાલિકા સમક્ષ માંગ ઉઠી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર હાલ ટંકારામાં જે શનિવારી બજાર ભરાઈ છે. તેમાં દયાનંદ ચોકથી દેરીનાકા રોડ સુધી વેપારીઓ બેસે છે. પણ વેપારીઓની સંખ્યા વધતા હવે જે વેપારીઓ અહીં નથી બેસી શકતા તેઓ દેરીનાકા રોડથી લઈ લતીપર ચોકડી સુધી લાઈન લગાવી બેસે છે. જેથી અહીં ટ્રાફિક જામ સર્જાય છે. ટંકારા કોર્ટ, શાળા અને સમાજવાડી પણ છે જેથી લોકોને અને વેપારીઓને બન્નેને મુશ્કેલી પડે છે. આ સમસ્યા નિવારવા માટે હવે વેપારીઓને નગરની અંદરની બાજુ દયાનંદ ચોકથી જૈન દેરાસર રોડ સુધી બેસવા દેવામાં આવે તેવી માંગ છે. વેપારીઓના કહેવા મુજબ નગરની અંદરની બાજુએ ટ્રાફિકની સમસ્યાનું સમાધાન થશે અને મેઈન બજાર ઉપરાંત મંદીરવાળી શેરીની રોનક વધશે. જેથી શનિવારી બજારની અંદરની બાજુ બેસવાની તેઓને મંજૂરી આપવામાં આવે તો ટ્રાફિક સમસ્યાનો પણ હલ થઈ શકે છે.