મોરબી સી.એ. એસોસિએશનની ટીમે મુખ્યમંત્રીની મુલાકાત કરીને વિગતવાર રજુઆત કરી મોરબી : સી.એ. દ્વારા કરવામાં આવતી GST રજિસ્ટ્રેશન માટેની અરજીમાં SGST ડિપાર્ટમેંટ, ઘટક-91, મોરબીના સંબંધિત અધિકારીઓ દ્વારા દરેક અરજીમાં બિનજરૂરી ખુલાસા કે ડોકયુમેંટ માંગવામાં આવે છે. આથી નવા GST નંબર મેળવવામાં ભારે હાલાકી પડતી હોવાથી આ સમસ્યાઓ દૂર કરવાની માંગ સાથે મોરબી સી.એ.એસોસિએશનની ટીમે મોરબી ધારાસભ્ય અને ગ્રામ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા તેમજ શિક્ષણ મંત્રીને સાથે રાખી ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છાઓ મુલાકાત કરીને રજુઆત કરી હતી. રજુઆતમાં જણાવ્યું હતું કે, ચાર્ટર્ડ એકાઉંટન્ટસ એસોશિએશન મોરબી એ એક પ્રોફેશનલ બોડી છે જેમાં 140 કરતાં વધુ ચાર્ટર્ડ એકાઉંટન્ટસ સભ્યો જોડાયેલ છે. આ એસોશિએશન મોરબી જિલ્લાના તમામ ઉદ્યોગોને પડતી સમસ્યા અને માર્ગદર્શન માટે સતત અવાજ ઉઠાવતું આવ્યું છે. ત્યારે તાજેતરમાં સી.એ.દ્વારા કરવામાં આવતી GST રજિસ્ટ્રેશન માટેની અરજીમાં SGST ડિપાર્ટમેંટ, ઘટક-91, મોરબીના સંબંધિત અધિકારીઓ દ્વારા દરેક અરજીમાં બિનજરૂરી ખુલાસા કે ડોકયુમેંટ માંગવામાં આવે છે. પ્રમોટર, ભાગીદાર -રહેણાંક સરનામાં - અન્ય અક્ષાંશ અને રેખાાંશની વિગતો પ્રદાન કરવી જરૂરી છે. હકીકત એ છે કે રજિસ્ટ્રેશન માટે અરજી કરતી વખતે ભાગીદારના વ્યક્તિગત સરનામા માટે આવા અક્ષાંશ અને રેખાાંશ દાખલ કરવાની કોઈ વ્યવસ્થા જીએસટી પોર્ટલ પર કરવામાં આવી જ નથી. અધિકૃત પ્રતિનિધિ - અધિકૃત પ્રતિનિધિ-અન્ય નોંધણી ID સાથે તમામ વિગતો ભરો, E-KYC અને અધિકૃત પત્ર જોડો. હકીકત એવી છે કે આ પ્રશ્ન એવા કેટલાક કિસ્સાઓમાાં પણ ઉઠાવવામા આવ્યા છે જ્યા અરજદારે અધિકૃત પ્રતિનિધિ સામે સ્પષ્ટપણે નાપસંદ કર્યું હતું . આધાર પ્રમાણીકરણ-આધાર પ્રમાણીકરણની સ્થિતિમાં E- KYC દસ્તાવેજ - જે વ્યક્તિનું પ્રમાણીકરણ નિષ્ફળ ગયું છે અથવા પ્રયાસ કર્યો નથી તે વ્યક્તિ માટે E- KYC પુરાવા પ્રદાન કરો: હકીકત એ છે કે-આ પ્રશ્ન એવા કેટલાક કિસ્સાઓમા પણ ઉઠાવવામાાં આવ્યા છે જ્યા અરજદાર દ્વારા OTP મારફતે પહેલેથી જ આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરી લીધેલુ છે. વ્યવસાયની વિગતોમાં દુકાન સ્થાપના પ્રમાણપત્ર અથવા MSME પ્રમાણપત્ર અથવા વ્યવસાયનો અન્ય કોઇ પુરાવો અપલોડ કરો. જેમાં હકીકત એ છે કે GST કાયદા હેઠળ સૂચિત વૈધાનિક જોગવાઈઓ અનુસાર GST નોંધણી માટે, પહેલા આવી કોઈ નોંધણી કરાવવી ફરજીયાત નથી. અધિકૃત પ્રતિનિધિ - અધિકૃત પ્રતિનિધિ - અન્ય અધિકૃત ઓળખ અને નિમણૂક પત્ર, સ્વ પ્રમાણપત્ર સાથે અધિકૃત પ્રતિનિધિ (સલાહકાર, CA) વિગતો (નામ, સભ્યપદ નંબર, ઓફિસ સરનામાં વગેરે) પ્રદાન કરો. એટલે શું GST રજિસ્ટ્રેશન લેવા માટે CA કે અન્ય સલાહકારને વચ્ચે રાખવો જ પડે એવું આ અધિકારીઓ ઈચ્છે છે? જો હા તો આવો નિયમ ક્યાં લખેલો છે? વ્યવસાયના મુખ્ય સ્થળ - સરનામાં - અન્ય (કૃપા કરીને સ્પષ્ટ કરો) આ સ્થાન પર સ્પષ્ટ કરો કે કોઈપણ વ્યવસાય અગાઉ ચાલી રહ્યો હતો કે હાલમા ચાલી રહ્યો છે, કૃપા કરીને પેઢીનું નામ અને GST નંબર જણાવો. વ્યવસાયના મુખ્ય સ્થળ - કબજાની પ્રકૃતિ - અન્ય (કૃપા કરીને સ્પષ્ટ કરો) - તમામ કાનૂની જોડાણો અને પાન કાર્ડ, આધાર કાર્ડ અને મિલકત સાથે સ્પષ્ટ, વાાંચવા યોગ્ય અને સંપૂર્ણ ભાડા કરાર અપલોડ કરો, મિલકતની કાનૂની માલિકીનો નવીનતમ પુરાવો અપલોડ કરો, લાઇટ બિલ જોડો. હકીકત એ છે કે GST પોર્ટલ આવા મહત્વના દસ્તાવેજો માટે માત્ર 100 KB થી 1 MB સાઈઝની પરવાનગી આપે છે અને સાથેસાથે ખૂબ ઊંચા રિજોલ્યુશનવાળા ડોકયુમેંટ અપલોડની અપેક્ષા પણ રાખે છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..