મોરબી : તારીખ 24 ડિસેમ્બરના રોજ મળેલી રાજકોટ વિભાગીય રેલવે ઉપભોક્તા સમિતિની મિટિંગમાં સમિતિના સભ્ય કેતનભાઇ દફતરીએ વેરાવળ-રાજકોટ પેસેન્જર ટ્રેનને દરરોજ મોરબી સુધી લંબાવવા માગણી કરી છે. પૂરતા પેસેન્જર મળશે તો આ ટ્રેન નિયમિત ચાલુ રહેશે તેવી રેલ્વે સત્તાવાળાઓએ બાહેંધરી પણ આપી છે. હાલ વેરાવળ-રાજકોટ ટ્રેન ટૂંક સમય માટે અઠવાડિયામાં પાંચ દિવસ (મંગળ અને શુક્રવાર સિવાય) ચાલુ કરવામાં આવી છે. જે રાજકોટથી 10:30 વાગ્યે નીકળી મોરબી 12:20 કલાકે પહોંચે છે અને મોરબી થી 13:45 કલાકે ઉપડી રાજકોટ 16:25 કલાકે પહોંચે છે.