સોખડાના રહીશ તથા અન્ય ખાતેદારો દ્વારા મામલતદાર સમક્ષ લેખિતમાં રજુઆતમોરબી : મોરબીના સોખડા ગામની ખાખરીયા પાટી સીમના પાણીનો નિકાલ કરવાની માંગ સાથે સોખડાના રહીશ માવજીભાઈ ગગુભાઈ તથા અન્ય ખાતેદારો દ્વારા મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીના મામલતદાર સમક્ષ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી તાલુકાના સોખડા ગામની ખાખરીયા પાટી સીમનું પાણીનો જે નિકાલ તે હાલમાં બંધ થઈ ગયેલ છે. વરસાદી સીઝનમાં હાલ સીમનું પાણી સોખડા ગામથી હાઇવેને જોડતા રસ્તા નીચેથી થઈ તે બાજુની સીમમાંથી થઈ ભરતનગર ગામ પાસે આવેલ નેશનલ હાઇવેને નાલામાંથી પસાર થાય છે. થોડા સમય પહેલા નેશનલ હાઇવેથી સોખડા ગામને જોડતા રોડની પાસે વાઘપરના સ.ન.108 પે ની જમીનમાં દુરાગેસ નામનું કારખાનું બનેલ છે. જેની બાજુમાં એ.જે.નામનું કારખાનું આવેલ છે. અગાઉ આ દુરાગેસ કારખાનું બનેલ તે જમીનમાં પાણીની વ્હેણ હતી જેમાં સોખડાની ખાખરીયા પાટી વાળી સીમનું વરસાદી પાણી આ સોખડા ગામને જોડતા રોડમાં બનાવેલ નાલામાંથી પસાર થઈ આ દુરાગેસ બનાવેલ છે તે જમીનમાં થઈને પસાર થતું હતું. પરંતુ આ યુનિટ બનતા તેઓએ આ પાણીનો યોગ્ય નિકાલ રાખેલ નથી. પરંતુ જે જગ્યાએ પહેલા મોટું વ્હેણ પસાર થતુ હતું તેની જગ્યાએ હવે દોઢથી બે ફૂટના મોઢાવાળા એક જ ભૂંગળા દ્વારા નિકાલ ચાલુ રાખેલ છે. તેમજ એજ યુનિટમાં તો આ નિકાલ હાલ સંપૂર્ણ પણે બંધ છે તેમજ તેના ઉપરવાસમાં આવેલ ખેતરમાં પણ તે ખાતેદારે જે વ્હેણ પસાર થતું હતું તેનું બુરાણ કરી નાખેલ છે. ત્યારે હાલ આ સીમમાં પાણી ભરાય છે જેના કારણે પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ છે. ત્યારે આ પાણીનો યોગ્ય નિકાલ કરવા માંગ કરવામાં આવી છે.