અરજદારો અને મુલાકાતીઓને પાર્કિંગમાં પડતી મુશ્કેલી અંગે કલેક્ટરને રજૂઆતમોરબી અપડેટ : મોરબી જિલ્લા અને તાલુકા સેવા સદનમાં સરકારી ભંગાર થયેલા વાહનોનો યોગ્ય નિકાલ ન થવાને કારણે પાર્કિંગની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. આ મામલે સલાહકાર અન્ન અને નાગરિક પુરવઠા (પૂર્વ) પી.પી. જોષી દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યા અનુસાર કચેરીએ આવતા અરજદારો અને મુલાકાતીઓ માટે ફાળવેલા પાર્કિંગમાં હાલમાં સરકારી ભંગાર થયેલા વાહનો પડેલા હોવાથી બિનજરૂરી જગ્યા રોકાઈ રહી છે. આ વાહનો જગ્યા રોકી રહ્યા હોવાથી સેવા સદનમાં આવતા લોકોને પોતાનું વાહન ક્યાં પાર્ક કરવું તે મોટો પ્રશ્ન બની ગયો છે અને ભારે હાલાકી ભોગવવી પડે છે. અગાઉ આ બાબતે તત્કાલીન કલેકટર કે.બી. ઝવેરીને પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેનું કોઈ પરિણામ આવ્યું નથી. લાખો રૂપિયાના આ સરકારી વાહનો બિનજરૂરી રીતે સડી રહ્યા છે અને તેના કારણે પ્રજાને મુશ્કેલી પડી રહી છે..અરજદારની જાત તપાસ મુજબ હાલમાં સેવા સદનના પાર્કિંગમાં 9 થી 10 જેટલા આવા ભંગાર વાહનો પડેલા છે. આ તમામ વાહનોને અન્યત્ર ખસેડીને અથવા નિયમાનુસાર તેમનો નિકાલ કરીને પાર્કિંગની જગ્યા ખુલ્લી કરવા માટે કલેક્ટરને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે, જેથી મુલાકાતીઓને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવી શકે.#Morbi #MorbiUpdate #MorbiNews #JillaSevaSadan #ParkingIssue #Gujarat