મોરબી :મોરબી નગરપાલિકાના આજના મળેલ જનરલ બોર્ડમાં કયાં ઠરાવ થયા અને શુ ચર્ચા થઈ તેની વિગતો પ્રજા સમક્ષ ચીફ ઓફિસરે જાહેર કરવી જોઈએ તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુએ માંગ ઉઠાવી છે. તેઓએ જણાવ્યું છે કે મોરબી ભાજપ શાસિત નગરપાલિકાને સુપર સિડ કરવા ગુજરાત સરકાર મારફત નોટિસ આપવામાં આવેલ છે. તેમાં જનરલ બોર્ડ મારફત જવાબ રજૂ કરવાનુ કહેવામાં આવેલ. આજ રોજ તાત્કાલિક જનરલ બોર્ડ બોલાવવામાં આવેલ અને તેનો જવાબ આપતા ચૂંટાયેલા ભાજપના સદસ્યના રીતસરના બે ભાગ પડી ગયા અને એક જવાબ આપવાને બદલે બને જૂથે અલગ અલગ જવાબ રજૂ કરવામાં આવ્યા. તો મોરબીનીં પ્રજા જાણવા માંગે છે કે આ જુથવાદમાં ચાલતી નગરપાલિકા એ સુપર સિડ કરવા માટે સરકારને શુ જવાબ આપ્યો અને આજ ના જનરલ બોર્ડમાં શુ ચર્ચા કરવામાં આવી. તે બાબત ચીફ ઓફિસરે સાર્વજનિક કરવી જોય આ પ્રજાના મતથી ચૂંટાયેલ સદસ્ય છે. એટલે આજના જનરલ બોર્ડમાં કરવામાં આવેલ ઠરાવ અને જવાબ પ્રજાને જાણવા નો અઘિકાર છે તો તાત્કાલિક આ ઠરાવ અને જવાબ સાર્વજનિક કરવા જોઈએ. તેમ જણાવ્યું છે.