છેવાડાના વિસ્તારોમાં પૂરતું પાણી પહોંચાડી ખેડૂતો વચ્ચે આપસમાં થતું ઘર્ષણ રોકવા માંગ કરાઈ મોરબી : હાલમાં જોઈએ તેટલા પ્રમાણમાં સમયસર વરસાદ ન થતા જગતના તાતનો એક માત્ર આધાર નર્મદા કેનાલ જ છે. આમાં પણ માઈક્રો નેટવર્ક એટલે કે ખેડૂતના ખેતર સુધીના ધોરીયા ના કામો ઘણી જગ્યા એ અધૂરા છે. ઘણી જગ્યાએ થયેલ હોવા છતાં પણ ભ્રષ્ટાચારના કારણે યોગ્ય કાર્યક્ષમતાથી કામ કરતા નથી. જેથી જગતનો તાત એવો ખેડૂત વર્ગને ના છુટકે પોતાની જીવાદોરી સમાન પાકને બચાવવા માટે કેનાલો ઉપર મશીન તેમજ ઇલેક્ટ્રિક મોટર મૂકીને પાણી ઉપાડવું પડે છે. તંત્રની વ્યવસ્થાની ખામીને કારણે ખેડૂતો અંદરોઅંદર લડવા મજબૂર બને છે. આથી બંન્ને બાજુથી ખેડૂતો જ પરેશાન થાય છે. કેનાલમાં આગળના ભાગે રહેલા ખેડૂતો યોગ્ય નેટવર્ક ના હોવાના કરણે મશીન દ્વારા પાણી ઉપાડે છે જ્યારે તંત્ર યોગ્ય વ્યવસ્થા ના સંભાળી શકતા પાછળના ખેડૂતો પાણી માટે ફરિયાદ કરે છે. આવા સંજોગોમાં જાણે કે ખેડૂતો જ ગુનેગાર હોય અને આ બધું ખેડૂતના પાપે જ થતું હોય તેવુ તંત્ર દ્વારા પુરવાર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. આવી અણઘડ વ્યવસ્થાને કારણે ખેડૂતો અંદરો અંદર એક બીજાની ફરિયાદ કરીને ઝઘડો કરતા રહે છે. સરકાર પણ જાણે કે આવુ જ ઇચ્છતી હોય તેમ ખેડૂતોની એકતા તૂટે અને આપસમાં ઝઘડે તેવું વાતાવરણ ઉભું કરવામાં આવતું હોય એમ જણાઈ રહ્યું છે. ખેડૂતો પુરતી માહિતીના અભાવે એક બીજા ખેડૂતોની આપસમાં ફરિયાદ કરે છે. ત્યારે તંત્ર ખેડૂતને ફરિયાદી બનાવી ખેડૂતો સામે જ કાર્યવાહી કરે છે. આમ બન્ને બાજુથી નુકસાન તો આખરે ખેડૂતો ને જ થાય છે. દરેક ખેડૂતને પાણી મળે તેની સંપૂર્ણ જવાબદારી ખરેખર તો તંત્રની છે. આ બાબતે વહેલી તકે યોગ્ય પગલાં ભરવા કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી સહિત વિરોધ પક્ષના નેતાઓ અને લાગતા વળગતા વિભાગોમાં રજુઆત કરી છે. જો નજીકમાં સમયમાં આ બાબતે કોઈ સકારત્મક કાર્યવાહી કરવામાં નહિ આવે તો ના છુટકે ખેડૂતને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે એમ અંતમાં કાંતિલાલે જણાવ્યું હતું. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne