ટંકારા : ચોમાસુ નજીક આવી રહ્યું છે ત્યારે ટંકારાના અયોધ્યાપુરી સોસાયટી આર્યનગર વિસ્તારની બાજુમાં આવેલા વોકળાની સફાઈ કરવા સ્થાનિક રહીશ મહેશભાઈ સારેસાએ ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે.રજૂઆતમાં જણાવાયું છે કે, થોડા દિવસોમાં ચોમાસુ બેસનાર છે ત્યારે આર્યનગર વિસ્તારની બાજુમાં જે વોકળો આવ્યો છે તેમાં મોટી સંખ્યામાં બાવળ તેમજ ગંદકી જોવા મળી રહી છે. જે વરસાદ દરમિયાન પાણીના પ્રવાહમાં નડતરરૂપ બની શકે છે. જો પાણીનો પ્રવાહ અટકશે તો આ પ્રવાહ આર્યનગર વિસ્તારમાં આવી જશે અને ઘરોમાં પાણી ભરાશે. તેથી આ કામ ડિઝાસ્ટરમાં લઈને તાત્કાલિક ધોરણે વોકળાની સફાઈ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.