મોરબી : મોરબીના ભક્તિનગર સર્કલ બાયપાસ બ્રીજ નીચે જાહેરમાં લોકો યુરિન અને શૌચક્રિયા કરતાં હોવાથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેના કારણે ત્યાં અતિ દુર્ગંધ પણ આવી રહી છે. લોકો આસપાસમાં ઉભા પણ રહી શકતાં નથી. ત્યારે મોરબી મહાનગરપાલિકા સમક્ષ માગણી કરવામાં આવી છે કે, આ જગ્યાએ શૌચાલયની સુવિધા ઉભી કરવામાં આવે જેથી સ્વચ્છતા જળવાઈ રહે અને લોકોને પણ શૌચાલયની સુવિધા મળી રહે.