મોરબી : મોરબી શહેરના વિકાસને નવી દિશા આપવા માટે સ્થાનિક નાગરિક ચિંતન રાજયગુરુ દ્વારા મહાનગરપાલિકાના કમિશનરને એક વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં પાડા પુલ નીચે નટરાજથી ધરમપુર રોડ સુધી રિવરફ્રન્ટ વિકસાવવા અને સર્કિટ હાઉસથી વિદ્યુતનગર સુધીના વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) લાગુ કરવા માંગ કરવામાં આવી છે.નદી કિનારે આધુનિક રિવરફ્રન્ટ પ્રોજેક્ટની માંગરજૂઆતમાં જણાવ્યા અનુસાર, નટરાજ પાસે બેઠા પુલથી શરૂ કરીને ધરમપુર રોડ સુધીનો વિસ્તાર નદી કિનારે આવેલો હોવાથી અહીં રિવરફ્રન્ટ વિકસાવવાની વિશાળ સંભાવનાઓ છે. તાજેતરમાં જ મહાનગરપાલિકા દ્વારા આ રોડને 'આઇકોનિક રોડ' જાહેર કરાયો છે અને અરુણોદય સર્કલથી વીશી પારા સુધીનો ઓવરબ્રિજ પણ મંજૂર થયેલ છે. આ રિવરફ્રન્ટમાં વોકિંગ અને સાયકલ ટ્રેક, ગાર્ડન અને ગ્રીન ઝોન, પરિવાર માટે સિટિંગ એરિયા અને બાળકો માટે પ્લે ઝોન, ફૂડ કોર્ટ, નાઈટ માર્કેટ, ઓપન જીમ અને યોગા ઝોન, ડેકોરેટિવ લાઈટિંગ, CCTV સુરક્ષા અને પાર્કિંગ સુવિધાની માંગ કરાઈ છે.સર્કિટ હાઉસથી વિદ્યુતનગર સુધી PMAY યોજનાની માંગસર્કિટ હાઉસ ખાતે આવેલ વર્ધમાન સોસાયટીથી શરૂ કરીને વિદ્યુત નગરના ઢળિયા સુધીનો વિસ્તાર હાલમાં રહેણાંક દ્રષ્ટિએ અવ્યવસ્થિત છે. અહીં મોટાભાગે મધ્યમ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકો વસવાટ કરે છે. આ વિસ્તારનો આયોજનબદ્ધ વિકાસ થાય તે માટે અહીં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સુવ્યવસ્થિત રહેણાંક યોજના વિકસાવવા રજૂઆત કરાઈ છે. મહાપાલિકા દ્વારા આ અંગે તાત્કાલિક સર્વે હાથ ધરીને વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવામાં આવે તેવી માંગ અંતમાં કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #Riverfront #PMAY #MorbiMunicipalCorporation #Development #MorbiNews