રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખની મુખ્યમંત્રી સમક્ષ લેખિતમાં રજૂઆત મોરબી : ખેડૂતોને D.A.P ખાતરનો પુરતો જથ્થો ફાળવવા બાબત રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત પ્રદેશના પ્રમુખ કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું કે, હાલમાં ખેડૂતો ચોમાસું પાક માટેની તૈયારીમાં વ્યસ્ત છે. આગામી વધીને 15 દિવસમાં ચોમાસું બેસી જશે સારા વરસાદ થવાની આશા છે. તેવું સમાચાર પત્રોમાં સમાચાર છે. પરંતુ ખેડૂતો કે જેને જગતનો તાત કહેવામાં આવે છે તે પરેશાન છે. કારણકે D.A.P. ખાતર મળતું નથી ખેડૂતો એક કે બે પાંચ બેગ માટે અહીથી તહી ભટકી રહ્યા છે. ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ખાતરની ઘટ પાડવા દેવામાં નહી આવે પરંતુ આ વાદા પોકળ સાબિત થયેલ છે. ત્યારે તાત્કાલિક D.A.P. ખાતરનો પુરતો જથ્થો ખેડૂતોને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ જો આવું કરવામાં નહી આવે તો આઠ દિવસ બાદ ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અંદોલનાત્મક કાર્યક્રમ કરવા અંગેની ચીમકી ઉચ્ચારાઈ છે.