મોરબી તાલુકાની મોડપર ગ્રામપંચાયતે રાજ્યના કૃષિમંત્રી અને કલેક્ટરને રજુઆત કરી મોરબી : મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે અવિરત વરસાદ વરસવાથી વાવણી મોડી થવાની સાથે આગોતરું વાવેતર નિષ્ફ્ળ જતા મોરબી તાલુકાની મોડપર ગ્રામ પંચાયત દ્વારા રાજ્યના કૃષિમંત્રી અને કલેક્ટરને રજુઆત કરી મોરબી તાલુકાને અતિવૃષ્ટિગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા માંગ કરી છે. નોંધનીય છે કે, આ અગાઉ પણ અનેક ગ્રામ પંચાયતો દ્વારા સરકાર સમક્ષ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં ઓણસાલ અવિરત મેઘકૃપા વરસતા ખાસ કરીને મોરબી અને માળીયા તાલુકામાં અનેક ખેડૂતોએ ઉગાડેલ આગોતરું વાવેતર નિષ્ફળ જતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે ત્યારે મોરબી તાલુકાની મોડપર ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતોની વર્તમાન સ્થિતિનો ચિતાર આપી રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી મોરબી તાલુકાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા માંગ ઉઠાવી છે.