મોરબી : મોરબી કેટરીંગ એસોસીએશન દ્વારા લગ્ન પ્રસંગે ઉપસ્થિત લોકોની સંખ્યામાં થોડી વધુ છુટ આપવા બાબત અધિક કલેક્ટર કેતનભાઈ જોશીને રજૂઆત કરવામાં આવેલ છે. આ આવેનપત્ર એસોસીએશનના હોદેદારો પ્રમુખ વિનુભાઈ લખતરીયા (હરભોલે કેટરર્સ), ઉપપ્રમુખ દિનેશભાઇ પટેલ (પટેલ કેટરર્સ), સેક્રેટરી રાજેશભાઈ આડેસરા (ખોડિયાર કેટરર્સ), એસો. મિનિસ્ટર કમલેશભાઈ પટેલ (યમુના કેટરર્સ), મંત્રી રાજેશભાઈ કંઝારિયા (ગાયત્રી કેટરર્સ), જયેશભાઇ મકવાણા (જયેશ કેટરર્સ), સભ્યો સંજયભાઈ શેઠ (સંજય કેટરર્સ), હિતેષભાઇ પટેલ (ઉત્તમ કેટરર્સ), ધીરુભાઈ પરમાર (જગદંબા કેટરર્સ) તથા શાંતિલાલ ડાભી (ક્રિષ્ના કેટરર્સ) વતી આપવામાં આવ્યું હતું. એસોસિએશન દ્વારા લેખિત રજુઆતમાં વિશ્વની મહામારી કોરોના વાયરસને લડત આપવા માટે તથા દેશભરમાં જીવન-જરૂરીયાતની વસ્તુઓ તથા મેડીકલ ફેસીલીટી તથા સર્વિસ પુરી પાડવા માટે તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમજ જણાવ્યું છે કે તંત્રની આ નિઃસ્વાર્થ ભાવના તથા દેશવાસીઓ માટેની લગન ખુબ જ પ્રશંસનીય છે. તમામ છૂટછાટો આપીને જીવન તથા રોજગારને પરત પાટે ચઢાવવાનો ખુબ સુંદર આયોજન તથા તેનું યોગ્ય પ્રયોજન કર્યું છે. આ સાથે જણાવ્યું છે કે લગ્નના ચોઘડીયા ખુબ જ ઓછા હોય છે. અને લગ્ન સમારોહ માત્ર બે પરિવારનું મિલન નથી. પણ એની ઉપર નભતા 300 કેટરર્સ અને તેથી સાથે સંકડાયેલી 25 એજન્સીસ, તેમજ 40-50 હજાર જેટલા કારીગરો જેનું ગુજરાન આની ઉપર જ થાય છે. તે માટે થોડી વધારે છુટ આપવામાં આવે. હાલમાં 50 વ્યકિતઓની છૂટ આપી છે. પણ આમાં કેટરિંગ સાથે સંકળાયેલા રોજગાર પડી ભાંગે. આ મહામારીના કારણે માર્ચથી જૂન સુધીના તમામ ચોઘડીયામાં લોકડાઉન હતું એટલે આ સીઝનમાં ધંધો થયેલ નથી. લગ્ન પ્રસંગને ફકત સોશીયલ ગેધરીંગ નહીં પણ કેટલાક ઉધોગો તથા તેમાં કામ કરનાર કારીગરોના આવકનો સ્ત્રોત છે. એ ધ્યાનમાં રાખીને બેંકવેટ હોલમાં 150થી 250 તથા પાર્ટી પ્લોટમાં 300થી 450ની સંખ્યાની છૂટ આપવા માટે અપીલ કરવામાં આવી છે.