ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના વિરપર ગામના સ.ન.૩૯૬ની માપણી કરવી જરૂરી ગણાય છે.વિરપર ગામનો સરકારી ૩૯૬ પૈકી ખરબો આસરે ૧૯૭૦ની સાલમાં જંગલ ખાતાને ફાળવેલ છે.પરંતુ આ ખરાબા અંગેની હદમાપણી અને કેટલા હેકટર ફાળવેલ છે તેની કોઇ વિગત હાલ પંચાયત પાસે ઉપલબ્ધ ન હોવાથી આ અંગેના પ્રશ્નનો ઉભા થાય છે. જેમાં નવા ગામતળ નિમ કરવા માટે,લાગુ ખેતીની જમીનના રસ્તાના પ્રશ્નોના નિરાકરણ માટે,આજુ બાજુના રસ્તાના વિકાસના કામ માટે,સરકારી હેતુ માટે ખરાબાની જમીન ફાળવવા વગેરે જેવા પ્રશ્નોના ઉકેલ માટે વીરપર ગ્રામ પંચાયત કચેરી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.જેમાં ડી.આઇ.એલ.આર.દ્વારા માપણી કરીને હદ નિશાન દર્શાવી આપે તથા માપણી સીટ બનાવી આપે.જેથી ડી.આઇ.એલ.આર.ને યોગ્ય કાર્યવાહી અર્થે યોગ્ય હુકમો કરી અપીલ કરી છે.