મોરબી જિલ્લા ભાજપ પૂર્વ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારાની માર્ગ-મકાન વિભાગ મંત્રી પૂર્ણેશ મોદીને લેખિત રજૂઆત મોરબી:મોરબી તાલુકાના પીપળીથી અણિયારી રોડની કામગીરી સત્વરે ચાલુ કરવા જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારાએ માર્ગ-મકાન વિભાગ મંત્રી પૂર્ણેશભાઈ મોદીને લેખીત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી તાલુકાના પીપળીથી અણીયાળી હાઈવેને જોડતા રોડને ચાર માર્ગીય રોડની મંજૂરી અગાઉથી મળી ગયેલ હોય પરંતુ આજ દિન સુધી કામ ચાલુ થયું નથી.આ રોડ ઉપર અનેક ભારે વાહનોની અવર જવર સતત ચાલુ રહે છે.જેથી આ રોડની સ્થિતિ અત્યંત ખરાબ છે.મોટા મોટા ખાડાઓ પણ પડી ગયા હોય જેના કારણે અકસ્માતનો ભય રહે છે.તેમજ ટ્રાફિક જામની પણ સમસ્યા રહે છે.ત્યારે આ રોડનું તાત્કાલિક પેચ વર્ક કરવા રજૂઆત કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..