મોરબીના ધારાસભ્યની નાયબ મુખ્યમંત્રીને રજૂઆત મોરબી : મોરબીમાં વરસાદ ખેચાતા નર્મદાની બ્રાન્ચ કેનાલનું પાણી આપવા ધારાસભ્યની નાયબ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. મોરબી – માળીયા (મીં.) વિસ્તારમાં ચાલુ વર્ષે વાવણી લાયક વરસાદ અમુક જગ્યાએ ઓછો હોવા છતા ખેડૂતોએ વાવણી કરી દીધેલ છે અને પાક પણ ઊગી નીકળ્યો છે. કમનસીબે હવે વરસાદ ખેચાતા આ ઊભો મોલ મુરજાય જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. ત્યારે નર્મદાની મોરબી – માળીયા (મીં) અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ દ્વારા ખેડૂતોને સીંચાઈનું પાણી આપવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને રજૂઆત કરી છે. આ અંગે સરદાર સરોવર નર્મદા નિગમના કેનાલના ડિરેક્ટર સાથે વિષદ્દ ચર્ચા કરીને સિંચાઇ માટે ૩૦ જૂન સુધી પાણી આપવાનો નિયમ હોય છે. તેમ છતા નર્મદાની આ બ્રાન્ચ કેનાલો દ્વારા ઊભા પાકને બચાવવા ખેડૂતોને પાણી આપવું ખૂબ જરૂરી હોય તાત્કાલિક પાણી છોડીને ઊભો મોલ બચાવી લેવામાં આવે તેવી વધુમાં ખાસ તાકીદ કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..