સામાજિક કાર્યકર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત મોરબી : મોરબીના વોર્ડ નં.11માં બંધ પડેલ સ્ટ્રીટ લાઇટ રિપેર કરવા અને જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ નથી તેવા વિસ્તારોમાં નવી સ્ટ્રીટ લાઇટ નાખવા લોકમાંગ સાથે સામાજિક કાર્યકરે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી છે. શનાળા બાયપાસ પાસે આવેલ વોર્ડ નં.11માં ઘણા વર્ષ થયા થયા પણ હજુ સુધી નવી સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવી નથી.તેમજ તહેવારો નજીક આવી રહ્યા છે.ત્યારે લાયન્સનગરમાં શેરીઓમાં અંધારપટ હોઈ છે. આ વિસ્તારમાં નાખેલી સ્ટ્રીટ લાઈટ બંધ હોય છે.જેને રિપેર કરી નવી લાઇટ નાખવી તથા જે વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ નથી ત્યાં નવી સ્ટ્રીટ લાઈટ મૂકવી.જેથી લોકો શ્રાવણ માસનો લાભ લઈ શકે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા વિસ્તારવાસીઓની માંગ સાથે સામાજિક કાર્યકર અબ્દુલભાઈ બુખારીએ મોરબી પાલિકાનગરના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને રજૂઆત કરી છે.