સામાજિક કાર્યકરની જિલ્લા કલેકટરને રજુઆત મોરબી : મોરબીમાં ઘણી જગ્યાએ જર્જરિત બિલ્ડીંગો આવેલી છે. આ જર્જરિત બિલ્ડીંગ જોખમી છે. જાહેર અને ખાનગી બિલ્ડીંગ જોખમી બની ગઈ હોવાથી લોકો ઉપર અકસ્માતનું જોખમ તોળાઇ રહ્યું છે. આથી સામાજિક કાર્યકરે જિલ્લા કલેક્ટરને રજુઆત કરી જર્જરિત બીલ્ડીંગોનો સર્વે કરીને હટાવવાની માંગ ઉઠાવી છે. મોરબીના સામાજિક કાર્યકર પી.પી.જોશીએ કલેક્ટરને રજુઆત કરી હતી કે, મોરબી શહેરમાં અનેક જર્જરિત ઇમારતો છે જે મોતના કાટમાળ બનીને લટકે છે. આવી ઇમારતો મોરબીના નહેરુ ગેઇટ અંદર બજાર વિસ્તારમાં તેમજ અન્ય બજાર વિસ્તારમાં આવેલી છે. જે અતિશય જોખમી છે. જેમાંથી વારંવાર પોપડા ખરે છે આવી ઇમારતો ભરચકક વિસ્તારમાં હોય લોકો માટે જોખમરૂપક છે.તેથી શહેરમાં ક્યાં ક્યાં આવી જોખમી બિલ્ડીંગો આવેલી છે તેનો તંત્ર સર્વે કરીને તટકીદે હટાવી દે તેવી માંગ કરી છે.