માળીયા મહિલા શક્તિ સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું માળીયા (મી.) : પંચમહાલ-દાહોદ જિલ્લામાં જાણે કાયદો અને વ્યવસ્થા જ ન હોય તેમ મહિલાઓના માનવ અધિકારોનું હનન કરતી ધૃણાસ્પદ ઘટના સામે આવી હતી. જેમાં મહિલાઓ ઉપર છડેચોક કુરતાપૂર્વક અત્યાચાર કરવામાં આવ્યો હતો. જેના પગલે સમગ્ર નારી શક્તિમાં ઘેર પ્રત્યાઘાત પડ્યા છે. આ બનાવના વિરોધમાં માળીયા મહિલા શક્તિ સંગઠન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી મહિલાઓ સાથે દર્વ્યવ્હાર કરનારા સામે સખ્તમાં સખત કર્યાવહી કરવાની માંગ ઉઠાવી છે. માળીયા મહિલા શક્તિ સંગઠન દ્વારા મામલતદારને પાઠવેલા આવેદનપત્રમાં ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, પંચમહાલ-દાહોદ જિલ્લામાં મહિલાઓ સાથે અતિ ખરાબ દર્વ્યવ્હાર કરીને પાશવી કૃત્ય આચરીને કેટલાક નરાધમોએ મહિલાઓનું જાહેરમાં અપમાન કર્યું હતું. આ મહિલાઓ ઉપર બર્બરતાપૂર્વક ઘટનાને લીધે આજના પુરુષ પ્રધાન સમાજમાં નારી સુરીક્ષત હોવાના દાવા ખોખલા સાબિત થયા છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ મહિલાઓના સ્થાપિત હિતો કે ગરીમા જળવાતી નથી તે બાબત અતિ દુઃખદ છે. મહિલાઓ ઉપર હિંસા અટકાવવા માટે અનેક કાયદા અમલમાં છે છતાં મહિલાઓ ઉપર અત્યાચાર અટક્યા નથી. કાનૂની વ્યવસ્થાની આંટીધુટીમાં મહિલાઓ અટવાઈ હોય એવા બનાવો વારંવાર બનતા હોવાથી મહિલાઓમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને મહિલાઓએ આ બનાવને વખોડી કાઢી દોષીતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..