આમ આદમી પાર્ટીના પ્રમુખે હળવદ નગર પાલિકા ચીફ ઓફિસરને કરી રજૂઆતહળવદ : આમ આદમી પાર્ટી હળવદના શહેર પ્રમુખ વિપુલભાઈ રબાડી અને હળવદ તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરી દ્વારા ફાયર સેફ્ટી ન હોય તેવી પ્રોપર્ટી સામે દાખલા રૂપ પગલાં લેવા અને ફાયર સેફટી અનુસંધાને જાહેર મીડિયાના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સ કરી આ બાબતે નગર પાલિકા હળવદ ચીફ ઓફિસરને અરજી કરવામાં આવી હતી.આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, ગત મે મહિનામાં રાજકોટમાં TRP ગેમઝોનમાં ફાયર સેફટીના અભાવે અગ્નિકાંડની ઘટના બની હતી. ત્યારે હવે પછી બીજી કોઈ જગ્યાએ આવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવી જરૂરી છે.હળવદમાં ફાયર સેફટી, પિયુ પરમિશન ન હોઈ જેવી બાબતોને ધ્યાનમાં લીધી હોય, અને નોટિસ ફટકારી હોય, પરંતુ હજી પણ ઘણા બધા લોકો દ્વારા આ વિષયને ગંભીરતાથી લેવામાં આવતો નથી. ત્યારે હળવદમાં સુરતના તક્ષશિલા અને રણકોટના TRP ગેમઝોન જેવી ઘટના ન બને તે માટે તાત્કાલિક ધોરણે જે લોકો પાસે ફાયર સેફટી ન હોય કે તેમને પરમિશન લીધી ન હોય તેવી પ્રોપર્ટી ઉપર દાખલા રૂપે પગલાં લેવામાં આવેલા હોય તે અંગે જાહેર મીડિયાના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સ જણાવવામાં આવે જેથી હળવદની જાહેર જનતાને જાણ થાય. તેમજ કાયદાનું ઉલ્લંઘન કરનારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે.આ સાથે જ ટૂંક સમયમાં ચોમાસાની સીઝન શરૂ થવાનું છે. તે અનુસંધાને પ્રી-મોનસૂન કામગીરી કરવા આ અરજીમાં જણાવવામાં આવ્યું છે.