મોરબી : મોરબી જિલ્લામાં છેલા ઘણા સમયથી ગાયમાતાની હત્યાના બનાવો બનતા રહે છે. તેવું જણાવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ કડક કાર્યવાહીની માંગ કરી છે. તેઓએ જણાવ્યું છે કે ખાખરેચી નજીક ટીકર ગામ પાસે ગાયોની હત્યા કરવામાં આવી હતી. જેના આરોપીને પોલીસે પકડયા હોય તે બદલ પોલિસ વિભાગને અભિનંદન. પરંતુ કહેવાય છે કે હજી 13 થી 14 ગાયો લાપતા હોવાનું તે વિસ્તારમાંથી જાણવા મળ્યું છે. આ ગાયોની પણ હત્યા થઈ હોય તેવી શંકા થઈ રહી છે. ત્યારે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ઉપરાંત તેઓનો કેસ કોઈ વકીલ ન લડે તેવો બાર એસોસિયશન દ્વારા ઠરાવ કરવામાં આવે તેવી માંગ છે.